” સમપિઁત વિચારના સેનાની : સૂયઁકાંત આચાર્ય ” – પુસ્તક નું વિમોચન

પ્રખ્યાત સંસ્થા પ્રવિણ પ્રકાશન દ્વારા " સમપિઁત વિચારના સેનાની : સૂયઁકાંત આચાર્ય " આ પુસ્તક નું વિમોચન મહામહિમ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા એ કયુઁ હતું.....આ કાર્યક્રમ માં પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ પાટીઁ પ્રમુખ અને સંધ ના અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ રાણા ,કોગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અજુઁનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા,પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, શ્રી ભરતભાઈ ગાજીપરા અને શ્રી અશોકભાઈ ભટ્ટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ગરિમાપૂણઁ કાયઁકમ માં મેયર શ્રી આધ્યાશકિતબેન , રાજય સરકારના મંત્રી શ્રી જશાભાઈ બારડ , સાંસદો શ્રી રાજેશભાઇ ચુડાસમા અને શ્રી ચુનીભાઈ ગોહિલ , સંસદીય સચિવ શ્રી જેઠાભાઈ સોલંકી , ધારાસભ્યો શ્રી મહેન્દ્ભભાઈ મશરૂ , શ્રી પ્રવિણભાઈ માકડીયા , શ્રી ગોંવિદભાઈ પટેલ , શ્રી પૂંજાભાઈ વંશ , શ્રી બાબુભાઈ વાજા તેમજ જેમણે વષોઁ સુધી જાહેર જીવન માં ખભેખભો મીલાવી કામ કયુઁ છે તેવા શ્રી નારસિંહભાઈ પઢિયાર, શ્રી મો.લા. પટેલ , શ્રી નાનજીભાઈ વેકરીયા, શ્રી બાબુકાકા શાહ , શ્રી રત્નાબાપા ઠુંમર , તેમજ જુનાગઢ ના પ્રમુખ શ્રી શશીકાંત ભાઈ ભીમાણી અને પરિવાર ના સભ્યો તરીકે હાજરી આપવા આવેલા શ્રી કૌશિકભાઈ ચિમનભાઈ શુકલ , શ્રી હેંમતભાઈ દિવ્યકાંત નાણાવટી , શ્રી જીતુભાઈ લક્ષ્મણભાઈ આગઠ તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્ભભાઈ ત્રિવેદી , શ્રી રામભાઈ મોકરીયા , આ પુસ્તક નું સંકલન કરનાર શ્રી હરેશભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સામે પણ આખા સોરઠ ના જુના-નવા કાયઁકરો વિશેષ હાજર હતા. સંધના અધિકારીઓ પણ મંચ પર અને મંચ સન્મુખ હાજર હતા. પૂજય શ્રી હેમાબહેન આચાર્ય એ ઉપસ્થિત સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. ....ખાસ કરીને આજના ભાજપ મા કે અન્ય પાટીઁ મા કામ કરતા સહુ કાયઁકરો એ આ પુસ્તક વાંચવા જેવુ ખરી....માન . શ્રી વજુભાઇ, શ્રી કેશુભાઈ અને શ્રી રાજેન્દ્રસિંહે પોતાના પ્રવચન માં કેવી મુશ્કેલીઓ વેઠી ને જનસંઘ થી ભાજપ સુધી ની યાત્રા ના સ્મરણો સૂયઁકાંત ભાઈ વિશે યાદ કરીને સહુની આખોં ભીની કરી દીધી હતી. ... Event Photo

Tags:


    Bookings:

    Online bookings are not available for this event.

Leave a Reply